ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
ગોંડલનાં મોવીયા ગામમા રહેતા 3ર વર્ષનાં એક યુવાને ગઇકાલે બપોરનાં સમયે પોતાની વાડીમા ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ અને બાદમા પોતાનાં મિત્રને ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ મીત્ર અને તેનાં પરીવારજનો વાડીએ પહોચ્યા હતા અને યુવકને તુરંત જ ખાનગી હોસ્પીટલે ખસેડવામા આવે તે પહેલા રસ્તામા જ તેમનુ મોત નીપજયુ હતુ યુવાને કયા કારણે આ પગલુ ભરી લીધુ છે ? એ માટે તપાસ શરુ કરી છે.
તેજસ રમેશભાઇ ગોર (32) નામના યુવકે બપોરના સમયે પોતાની વાડીમાં ઝેરી દવાના ટીકડા ગટગટાવી લીધા હતા. દવા પીધા બાદ તેજસે પોતાના મિત્રને ફોન કરીને જાણ કરી હતી. મિત્રએ તરત જ તેના પિતા રમેશભાઇને વાત કરી હતી.
પરિવારજનો તાત્કાલિક વાડીએ પહોંચ્યા હતા. તેઓ તેજસને પ્રથમ ગોંડલની ડોક્ટર સુખવાલા હોસ્પિટલ અને પછી અન્ય મેડિકેર હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.
અપરણિત તેજસ તેના માતા-પિતા , એક મોટી બહેન અને નાના ભાઈ સાથે રહેતો હતો. તેના આકસ્મિક મૃત્યુથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ચાવડા અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી છે. યુવકે આપઘાત કરવાનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.