મવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું
શહેરમાં મવડીમાં આવેલ મુરલીધર શેરી-2માં રહેતી પરિણીતાએ નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલ મુરલીધર શેરી નં.2માં રહેતી શિવાંગીબેન મયુરભાઈ રુડકીયા નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. જેમાં નારાયણનગરમાં રહેતા નરેન્દ્રભાઈ શિવાભાઈ સોલંકી (ઉ.વ.37), શક્તિ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ નટવરલાલ સંચાણીયા (ઉ.વ.49) રેલવે સ્ટેશન અંદર પ્લેટફોર્મ નંબર એક ઉપર અજાણ્યો યુવાન અને ભગવતીપરામાં રહેતા મનિષાદે ઉર્ફે ભીમાભાઈ સોલંકી (ઉ.વ.40)નું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.