કલ્યાણપુરના ખીરસમા ગામના યુવાને માથાના દુ:ખાવાથી કંટાળી જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ધવલ નાથાભાઈ શીર નામના 18 વર્ષના યુવાનને છેલ્લા કેટલાક સમયથી અવારનવાર માથાનો દુ:ખાવો રહેતો હોય, આ દુખાવાથી કંટાળીને થોડા દિવસો પૂર્વે તેણે પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ દિનેશભાઈ ભોજાભાઈ શીર (ઉ.વ. 36, રહે. ખીરસરા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
થારની અડફેટે
ખંભાળિયા - જામનગર હાઈવે પર વાડીનાર નજીકના આરાધના ધામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 03 પીએ 0282 નંબરના મહિન્દ્રા થાર મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 0416 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહેલા કજુરડા પાટીયા વિસ્તારના રહીશ મનીષ રમેશભાઈ જાટુવા (ઉ.વ. 19) અને તુફાની કિશોર શાહને અડફેટે લેતા બંને બાઈક સવાર ફંગોળાઈ ગયા હતા.આ અકસ્માતમાં બાઈક ચાલક મનીષ યાદવને ફ્રેકચર સહિતની તેમજ સાહેદ તુફાની કિશોર શાહને માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ થવા પામી હતી. આ અંગે વાડીનાર મરીન પોલીસે મહિન્દ્રા થાર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
દારૂ
દ્વારકા વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા ગઈકાલે રવિવારે સાંજે વિદેશી દારૂૂ અંગેની કાર્યવાહી કરી, અને દ્વારકાથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભા ભુટાભા માણેક (ઉ.વ. 25) નામના શખ્સની વાડીમાં દરોડાની કામગીરી કરી હતી.આ સ્થળેથી પોલીસે રૂૂ. 2,90,400 ની કિંમતની વિદેશી દારૂૂની 264 બોટલ તેમજ દારૂૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા ત્રણ મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 3,75,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અજુભા ભુટાભા ઉપરાંત સુનિલભા બુધાભા કુંભાણી અને જીગર સાગરભાઈ પંડ્યા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. દારૂૂનો આ જથ્થો તેઓએ પોરબંદરના રહીશ કરણ ઉર્ફે રણીયો મેર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે આ સમગ્ર પ્રકરણ અંગે ત્રણેય શખ્સોની અટકાયત કરી, કરણ ઉર્ફે રણીયો મેરને ફરાર જાહેર કર્યો છે.