For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના યુવકને હાર્ટએટેક ભરખી ગયો

12:10 PM Aug 13, 2024 IST | Bhumika
ખંભાળિયાના યુવકને હાર્ટએટેક ભરખી ગયો
Advertisement

ખંભાળિયા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી યુવાન વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજતા હોવાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. એવો જ એક બનાવો રવિવારે ખંભાળિયામાં વાંઝા દરજી જ્ઞાતિ પરિવારમાં બનવા પામ્યો છે.

ખંભાળિયામાં રાજડા રોડ વિસ્તારમાં રહેતા અમૃતલાલ સવજીભાઈ જેઠવા (અમુભાઈ વાંઝા) ના વડોદરા ખાતે રહી અને નોકરી કરતા આશરે 30 વર્ષની વયના પુત્ર અભિષેકને રવિવારે રાત્રિના સમયે છાતીમાં દુખાવો પડતાં તેમના પિતાએ તેમને નજીકની હોસ્પિટલમાં તાકીદે જવા માટે ફોનમાં જણાવ્યું હતું. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પૂર્વે એકાદ કલાકના સમયગાળામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

મૃતક અભિષેક તેમના પિતા અમુભાઈ વાંઝાનો એકનો એક પુત્ર હતો. ત્યારે અપરણિત અને પરિવારના આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે સમગ્ર શહેર સાથે વાંઝા દરજી સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement