રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપી જૂનાગઢના યુવાન સાથે રૂા.26.30 લાખની ઠગાઈ

12:20 PM Feb 16, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢ શીલ તાબે ના ચાખવા ગામે એક બેરોજગાર યુવકને એરપોર્ટમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી ભોળવી અને યુવક પાસેથી લાખો રૂૂપિયા પડાવી લીધાની સીલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી છે.

Advertisement

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ચાખવા ગામે વાડલા ગલી તા.માંગરોળ ખાતે રહેતા અકિબખાન રહેમાનખાન બેલીમ ઉ.વ.27 વાળા ને એરપોર્ટમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી આરોપી વૈભવ અશોક કુમાર મહેતા રહે.મુળ ડુંગરપુર રાજસ્થાન હાલ રહે. ઇન્દોર પ્રકાશ ગંગવાલ સાચુ નામ સંદીપ રતનલાલ જોષી રહે.ધાવડી જલારા તા.સલંબુર ઉદયપુર રાજસ્થાન વાળાઓએ ગુન્હાહીત કાવતરૂૂ રચી ફરીયાદી અકિબખાન રહેમાનખાન બેલીમ ને એરપોર્ટ વિભાગમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી આપવાનું કહિ એરપોર્ટ ઓથોરેટીના ખોટા કોલ લેટર બનાવી એરપોર્ટ વિભાગમાં કસ્ટમ અધિકારી તથા અન્ય જગ્યાઓ ઉપર નોકરી આપવાની લાલચ આપી બનાવટી કોલ લેટર કરી રૂા.26,30,000. ની છેતરપીંડી ઠગાઇ કરી જે રૂૂપીયા પાછા આપવા માટે રૂા.100. ના પાંચ સ્ટેમ્પ પેપર ઉપર ફરીયાદ નહિ કરવા રૂા.32,82,000. નું લખાણ કરી બાહેધરી આપી જે રૂૂપીયા પરત નહિ આપી છેતરપીંડી કરી વિશ્ર્વાસઘાત કરી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદ શીલ પોલીસ મથકે આપતા પોલીસે આ સંદર્ભે આઇપીસી ની કલમ 406, 420, 465, 467, 468, 471,120(બી) સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે આ બનાવની તપાસ સીલ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એચ વી ચુડાસમા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે ભોગ બનનાર યુવાન તેમજ પોલીસ અન્ય બેરોજગારો માટે દાખલા રૂૂપ આ કિસ્સા સંદર્ભે બેરોજગારીના કારણે આવા લે ભાગુ તત્વોની ચુંગાલમાં ના ફસાઈ કોઈપણ પ્રકારની જાહેરાતો તેમજ લોભ લાલચ વાળી વાતોની સંપૂર્ણ ખરાઈ કર્યા પછીજ આવી વાતો પર વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement