ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલના ગુંદાસરના યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ, વીડિયો વાયરલ

02:00 PM Jun 09, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાનાં ગુંદાસરા રહેતા યુવાને ત્રણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે માનશીક ત્રાસ શરુ થતા યુવાને હું આ લોકોનાં ત્રાસ થી આપઘાત કરવા જાઉછુ.તેવો વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરતા તાલુકા પોલીસે તુરંત સતર્કતા દાખવી ગુંદાસરા દોડી જઇ યુવાન સાથે સમજણથી કામ લઇ તેની ફરિયાદ પરથી બે વ્યાજખોર ને દબોચી લઇ યુવાન નો જીવ બચાવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ મુળ કેશોદ નાં કારવાણી ગામનાં અને પાંચ વર્ષ થી ગુંદાસરા રહેતા રાકેશ કીરીટભાઇ ઓઝા ઉ.41 નામનાં યુવાને સોશીયલ મીડીયામાં વીડીયો વાયરલ કરી જણાવ્યુ હતુ કે હું માનશીક રીતે કંટાળી ગયોછુ.મને વ્યાજ વાળાઓ નુ બહુ દબાણ આવેછે. એટલે કંટાળીને આપઘાત કરવા જાઉછુ.મેં શાપર વેરાવળ નાં ચિરાગ ઘોડાસરા પાસેથી 30 ટકા વ્યાજે રુ.બે લાખ લીધા હતા.બીજા ઓમનગર સર્કલ ચાલીસ ફુટ રોડ રાજકોટ રહેતા શક્તિસિંહ હરીસિંહ ચાવડા પાસેથી પાંચ ટકા વ્યાજે રુ.એકલાખ લીધા હતા.અને ત્રીજા ગુંદાસરાની અવંતિકા સોસાપટીમાં રહેતા મંડપ સર્વિસ વાળા કેતન ઉર્ફ લાલાભાઇ મહેતા પાસેથી ચાલીસ હજાર લીધા હતા.મેં મારુ મકાન વેંચી વ્યાજ ચુકવ્યુ હોવા છતા વારંવાર ઘરે આવી કે ફોન ઉપર મને મારા ભાઈ તથા પરીવાર ને પૈસા અને વ્યાજ માટે ધાકધમકી આપતા હોય હું આપઘાત કરુછુ. મારાં ગયા પછી પોલીસ મારા ઘરનાઓ ને હેરાન ના કરે અને આ ત્રણેય ને સજા આપે.

દરમિયાન સોશિયલ મીડીયા માં વાયરલ થયેલા યુવાન નાં વિડીયો અંગે તાલુકા પીઆઇ. એ.ડી.પરમાર ને જાણ થતા પોલીસ ટીમ સાથે ગુંદાસરા દોડી જઇ રાકેશને સમજાવી તેની ફરિયાદ લઇ વ્યાજખોર શક્તિસિંહ હરીસિંહ ચાવડા તથા કેતન ઉર્ફ લાલાભાઇ ને જડપી લઇ નાશી છુટેલા ચિરાગ ઘોડાસરાને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

Tags :
gondalgondal newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement