જસદણના ગોડલાધારના યુવાને રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતાં વખ ઘોળ્યું
જસદણ તાલુકાના ગોડલાધાર ગામે રહેતાં યુવાને રિસામણે રહેલી પત્ની પરત નહીં આવતાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જસદણનાં ગોડલાધાર ગામે ખેત મજુરી અર્થે આવેલા સામભાઈ પ્રભાતભાઈ નાઈત નામના 40 વર્ષના યુવાને સાંજના સમયે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં સામભાઈ નાઈતની પત્ની બે મહિનાથી રિસામણે ચાલી ગઈ છે. જે પરત નહીં આવતાં સામભાઈ નાઈતે ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત બીજા બનાવમાં બાબરાના મોટા દેવડીયા ગામે રહેતી શ્રધ્ધાબેન ભરતભાઈ સોલંકી નામની 22 વર્ષની યુવતી બે દિવસ પૂર્વે પોતાની વાડીએ હતી ત્યારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.