ગાંધીગ્રામના યુવાને પત્ની સાથે ઝઘડો થતા ભીમનગર સર્કલ પાસે ફિનાઈલ પીધું
04:29 PM Jul 24, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવકને જૂનાગઢ માવતરે રહેલી પત્ની સાથે ઝઘડો થતાં યુવાને ભીમનગર ચોકમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો.
Advertisement
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકાનગરમાં રહેતા દિપક અનિલભાઈ ગોહેલ નામના 35 વર્ષના યુવકને જૂનાગઢ માવતરે રહેલી પત્ની સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં નાનામવા રોડ પર આવેલ ભીમનગર ચોકમાં ફિનાઈલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવ અંગે આહીર ચોક પાસે આવેલા જ નહેરૂનગરમાં રહેતી મમતાબેન સુનિલભાઈ નામની 22 વર્ષની પરિણીતાએ પત્ની સાથે ઝઘડો થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement