For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડમાં લાઇટ ફિટિંગ કરતો યુવાન 150 ફૂટની ઊંચાઇએથી પટકાતા મોત

05:38 PM Oct 02, 2024 IST | Bhumika
રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડમાં લાઇટ ફિટિંગ કરતો યુવાન 150 ફૂટની ઊંચાઇએથી પટકાતા મોત
Advertisement

મારવાડી યુનિવર્સિટી આયોજિત બે દિવસીય રાસોત્સવની તૈયારી દરમિયાન લાઇટના ઊભા કરાયેલા પીલોર પરથી પડી જતાં ઘટી ઘટના

રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી આયોજીત બે દિવસીય રાસોત્સવની તૈયારી ચાલતી હતી ત્યાં મારવાડી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો યુવાન લાઇટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા રોનક હિતેશભાઈ માકડીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો ત્યારે લાઈટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે ફટકાયો હતો.

Advertisement

ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રોનક માકડીયા બે ભાઈમાં નાનો અને અપરણિત હતો.

રોનક માકડીયા મારવાડીએ યુનિવર્સિટી આયોજિત બે દિવસે રાસોત્સવની તૈયારીના ભાગરૂૂપે મારવાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગનું કામ રાખ્યું હતું. અને રાત્રીના સમયે ગરબા ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો હતો. તે સમયે ઊભા કરાયેલા આશરે 15 ફૂટની ઊંચાઈના લાઈટના પીલોર પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement