કલ્યાણપુરના પટેલકા ગામે જિંદગીથી કંટાળી વિપ્ર યુવાને ગળાફાંસો ખાધો
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના અને મૂળ વડોદરા તાલુકાના તરસાલી વિસ્તારના રહીશ નગીનભાઈ સવજીભાઈ મથ્થર નામના 28 વર્ષના બ્રાહ્મણ યુવાને બુધવાર તારીખ 24 ના રોજ રાત્રિના સમયે પટેલકા ગામે એક આસામીની વાડીએ આવેલા રૂૂમમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.મૃતક નગીનભાઈ મથ્થરને છેલ્લા આશરે ત્રણેક માસથી તેમના ભાઈઓ તથા માતા-પિતા સાથે બોલવા ચાલવાનો વ્યવહાર ન હતો. આ પરિસ્થિતિમાં છેલ્લા આશરે એક પખવાડીયાથી તેઓ જિંદગીથી કંટાળી ગયેલી હાલતમાં હોવાની વાતો કરતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની મીનાબેન નગીનભાઈ મથ્થરએ કલ્યાણપુર પોલીસને કરી છે.
માનસિક બિમારી
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા નાથાભાઈ વાલાભાઈ લાંબરીયા નામના 45 વર્ષના ભરવાડ યુવાન છેલ્લા આશરે દસેક મહિનાથી માનસિક રીતે બીમાર હોય, તેનાથી કંટાળીને ગત તા. 22 ના રોજ સાંજના સમયે તેઓ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગેની જાણ મૃતક યુવાનના નાનાભાઈ રાજાભાઈ વાલાભાઈ લાંબરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દારૂ
ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ટોલ ગેઈટ પાસેથી પોલીસે રૂૂ. 6,00,000 ની કિંમતની જી.જે. 03 એમ.એચ. 1776 નંબરની સ્વીફ્ટ મોટર કારમાંથી રૂૂપિયા 61,484 ની કિંમતની વિદેશી દારૂૂની 108 બોટલ સાથે રાજેશ મુરુભાઈ, અઠ્ઠાભાઈ કરણાભાઈ ચાવડા અને અજયસિંહ ઉર્ફે લાલો ભીખુભા જાડેજા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 6,71,484 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે દારૂૂનો આ જથ્થો તેઓએ પરેશ પ્રવીણભાઈ ચાવડા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.