વેગડ ચોકડી પાસે કડિયાકામ કરતો યુવાન 7માં માળેથી પટકાતા મોત
શહેરમાં વગડ ચોકડી પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં કડિયા કામ કરતો શ્રમિક યુવાન સાતમા માળેથી પગ લપસતા અકસ્માતે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિઓજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં વેગડ ચોકડી પાસે નવનિર્મિત બિલ્ડીંગની બાંધકામ સાઈટ પર સાતમા માળે કડિયા કામ કરતો કરમસિંગ જહુભાઇ મસાર નામનો 19 વર્ષનો યુવાન અકસ્માતે નીચે પટકાયો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવૃત્તિ પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને બે ભાઈ નાના હતો અને છેલ્લા છ મહિનાથી નવનિર્મિત બિલ્ડિંગમાં કડિયા કામ કરતો હતો અને ગઈકાલે સાતમા માળે કામ કરતો હતો ત્યારે પગ લપસતા નીચે પડી જતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં ઓમનગરમાં રહેતા અને બારદાન વાલા ક્ધયા વિદ્યાલયમાં ફરજ બજાવતા મંજુલાબેન કુરજીભાઈ વસાણી નામના 50 વર્ષના પ્રોઢાનું કેન્સરની બીમારી સબબ મોત નીપજ્યું હતું જ્યારે નાના મોવા રોડ ઉપર આવેલ કિંગ્સ લેન્ડ પાર્ક મેઈન રોડ ઉપર રહેતા હસમુખભાઈ લીંબાભાઇ ઉધાડ નામના 48 વર્ષના પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.