રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડના નાના વડાળા ગામે બે બાઈક અથડાતા યુવાનનું મૃત્યુ

11:52 AM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ તરફ જતા રસ્તે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે અકસ્માતના સ્થળે દોડી જઈ તપાસ આરંભી હતી.

જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે રહેતા શિવરાજસિંહ રણજિતસિંહ ચુડાસમા (ઉ.વ.ર8) પોતાનું જીજે3 એએમ 1997 નંબરનું બાઈક ચલાવી ખાનગી કંપનીમાં નોકરી પુરી કરી પોતાના ગામ તરફ જતા હોય, દરમ્યાન નિકાવાથી નાના વડાળા ગામના રોડ પર પહોંચતા સામેથી આવી રહેલ જીજે3 ઈડી 81ર4 નંબરના અન્ય બાઈકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે, બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જતા શિવરાજસિંહ ચુડાસમાનું રોડ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ બાઈક ચાલક સામે કાલાવડ (ગ્રામ્ય) પોલીસમાં મૃતકના ભાઈ રાજદીપસિંહ ચુડાસમાએ ફરિયાદ નોંધાવતા એએસઆઈ આર. વી. ગોહિલએ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ છે.

Tags :
accidentdeathgujaratgujarat newsKalavadVadala village
Advertisement
Next Article
Advertisement