જેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
02:42 PM Sep 29, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જેતપુર તાલુકાનાં ભોજાદર ગામે રહેતો યુવાન રાત્રીનાં પોતાનુ બાઇક લઇને ગરબી જોવા જતો હતો ત્યારે ભોજાદર ગામ નજીક અજાણ્યા બાઇક સાથે યુવકનુ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો . જે અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરનાં ભોજાદર ગામે રહેતો જયદીપ ભરતભાઇ મીણીયા નામનો ર0 વર્ષનો યુવાન રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા પોતાનુ બાઇક લઇ ગરબી જોવા નીકળ્યો હતો. ત્યારે ભોજાદર ગામ નજીક પુરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા બાઇક ચાલકે જયદીપ મીણીયાનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા જયદીપ મીણીયાને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો . જયા તેનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
Next Article
Advertisement