For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના બાકોડી ગામે કૂવામાં પડી જતા યુવાનનું મોત

11:47 AM Sep 12, 2024 IST | Bhumika
કલ્યાણપુરના બાકોડી ગામે કૂવામાં પડી જતા યુવાનનું મોત
Advertisement

કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક યુવાન બુધવારે બપોરે અકસ્માતે પાણી ભરેલા કૂવામાં પડી જતા તેમનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.
આ કરુણ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મ

ળતી વિગત મુજબ કલ્યાણપુર તાબેના બાકોડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જેસાભાઈ જગાભાઈ ગોજીયા નામના આશરે 30 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે બપોરે આશરે 12:30 વાગ્યાના સમયે તેમની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતા તેમનો પગ લપસ્યો હતો અને તેઓ 50 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા કુવામાં પડી ગયા હતા.

Advertisement

આ બનાવ અંગેની જાણે સ્થાનિક સરપંચ ડાડુભાઈ બેડીયાવદરા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્થાપના નિમેશભાઈ, જીતેન્દ્રસિંહ વિગેરે ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ કુવામાંથી જેસાભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહનો કબજો કલ્યાણપુર પોલીસને આપવામાં આવ્યો છે. મૃતક યુવાન પરિણીત હતો અને તેમને એક પુત્રી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement