મોરબીના ધરમપુર ગામે સીડી પરથી પટકાતાં યુવાનનું મોત
11:51 AM Jul 16, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યના વતની અને હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં રહેતા ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ (ઉ.વ.40) નામનો યુવક ફોનીક કલરના કારખાનામાં લોખંડની ઘોડી પર ચઢીને સફાઇ કામ કરતા પડી જતા માથાને ભાગે ઇજા થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લાવતા ચાલુ સારવાર દરમીયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement