ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના ઉમરાળામાં નદીના પાણીમાં તણાઇ જતા યુવાનનું મોત

12:29 PM Jun 30, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો: પરિવારમાં શોક

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની શ્રમિક, કે જેઓ વાડીએથી ઘેર નીકળ્યા બાદ ગુમ થયા હતા, અને નદીના પ્રવાહમાં તણાઈ જવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના ઉમરાળા ગામના ખેડૂત કિરીટસિંહ ટપુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગોપસિંગભાઈ અભેસિંગભાઈ નાયક કે જેઓ ગત 26 મી તારીખે સાંજે પોતાની વાડીએથી ચાલીને નીકળીને ઘર તરફ જઈ રહ્યા હતા, દરમિયાન ચાલુ વરસાદે એકાએક લાપતા બની ગયા હતા. તેઓની શોધખોળ કરાયા ગઈકાલે સાંજે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. નદીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતક ના પુત્ર જશવંતભાઈ ગોપસીંગભાઇ નાયક એ પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઇ જી.આઇ. જેઠવા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને શ્રમિકના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement