લોધીકાના પાંભર ઇટાળામાં અકસ્માતે યુવાન કૂવામાં પટકાતાં મોત
લોધીકા તાલુકાના પાંભર ઇટાળા ગામે મજુરી અર્થે આવેલો શ્રમીક યુવાન અકસ્માતે કુવામા પટકાયો હતો યુવકનુ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના પાંભર ઇટાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા હિતેન્દ્ર કિશનસિંહ રાવત નામનો ર1 વર્ષનો યુવાન સાંજના સાડા છએક વાગ્યાના અરસામા વાડીએ હતો ત્યારે અકસ્માતે કુવામા પડી ગયો હતો.
યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન 4 ભાઇમા વચેટ અને અપરણીત હતો. મધ્યપ્રદેશથી 6 માસ પુર્વે જ મજુરી કામ અર્થે આવ્યો હતો. પાણીની લાઇન ચાલુ હતી ત્યારે પાઇપ પકડીને ઉભો હતો પાણી બંધ થઇ જતા અચાનક પાઇપ હાથમાથી મુકાઇ જતા કુવામા પટકાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા મોરબીમા લાલપર રોડ પર આવેલી સીરામીક સીટી સોસાયટીમા રહેતો અને ટ્રાન્સપોર્ટની કંપનીમા નોકરી કરતો યોગેશ બજરંગભાઇ શર્મા (ઉ.વ. 3ર) રાત્રીના સમયે બાઇક લઇને ટીંબડી પાટીયા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયા યુવકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.