કલ્યાણપુરનાં નંદાણા ગામે ટ્રેકટર તલાવડીમા ખાબકતા ડૂબી જવાથી પ્રૌઢનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા શામજીભાઈ નાથાભાઈ નકુમ નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ ગઈકાલે સોમવારે તેમના ટ્રેક્ટર પર બેસીને વાડીએ જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કાદવ કીચડ વાળો રસ્તો હોવાથી તેમનું ટ્રેક્ટર સ્લીપ થઈ અને નજીકમાં ખેત તલાવડીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં પાણીમાં ડૂબી જવાના કારણે શામજીભાઈ નકુમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર વિજયભાઈ શામજીભાઈ નકુમ (ઉ.વ. 30, રહે. નંદાણા)એ કલ્યાણપુર પોલીસને કરી છે.
દારૂ
ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ખાતે રહેતા ગઢવી અજા ગગુ કારીયા નામના 48 વર્ષના શખ્સે પોતાના ઘરમાં છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા 26,000 ની કિંમતને વિદેશી દારૂૂની 20 બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો આરોપી અજા ગગુ કારીયાએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શબીર હમીર દલ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું. જેથી પોલીસે આરોપી શબ્બીર હમીર દલની શોધખોળ હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકાના કેશવપુર ગામે રહેતા કૌશિક વેજાણંદ બેડીયાવદરા નામના 22 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની બે બોટલ તેમજ એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત રૂૂ. 27,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
જુગાર
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના પાટીયા પાસેથી પોલીસે મુકેશ જયંતીલાલ પાંવ અને ભરત પરબતભા માણેક નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
