For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

04:55 PM Jul 25, 2025 IST | Bhumika
માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

કેટલાક દીવસથી ટેન્શનમાં હતો, પિતાએ દરવાજો તોડતાં પુત્ર લટકતો હતો

Advertisement

રાજકોટ શહેરનાં માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાને છેલ્લા કેટલાક દીવસથી ટેન્શનમા હોવાથી તેમણે આ પગલુ ભરી લીધાનુ પોલીસની પ્રાથીમક તપાસમા જાણવા મળી રહયુ છે.

વધુ વિગતો મુજબ વૃંદાવન સોસાયટીમા રહેતા નયનભાઇ વિનોદભાઇ ભાલાળા નામનાં 34 વર્ષનાં યુવાને પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે . આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોનસ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહીલ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો . અને તેઓએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડયો હતો નયન એક બહેનનો એકનો એક ભાઇ હતો. પોતે અપરણીત હતો. અને સીએનસી મશીનમા જતો હતો ગઇકાલે તેમનાં માતા અમાસ હોય જેથી મંદીરે દર્શન કરવા ગયા હતા. અને પિતા કામેથી આવ્યા ત્યારે દરવાજો બંધ હતો દરવાજો ખખડાવ્યો છતા અંદરથી અવાજ ન આવતા અંતે તેઓએ દરવાજો તોડી અંદર જોતા પુત્ર નયન લટકતી હાલતમા જોવા મળ્યો હતો. આ જોઇ પિતાએ દેકારો કરી મુકતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા . અને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી યુવાનનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement