For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

04:45 PM Oct 14, 2024 IST | admin
સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

યુવાન મિત્રની ઓફિસે ગયો હતો, કારણે અંગે પરિવારના નિવેદન લેવાયા

Advertisement

શહેરના સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગના સાતમા માળે મિત્રની ઓફીસમાં ગઇકાલે યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતુ. આ બનાવનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસના સ્ટાફે તપાસ શરૂ કરી છે.

બનાવની મળતી વિગતો અનુસાર, સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં સાતમાં માળે શ્રીરામ નામની ઓફીસમાં ધ્રમિલ રાજેશભાઇ ટાંક (ઉ.વ.24) (રહે.શ્રી હરી મકાન રામનગર સોસાયટી શેરી નં.2 પીડીએમ ફાટક પાસે)એ કોઇ ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું આ બનાવનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ કે.એસ.મિશ્રા અને સ્ટાફ તપાસ શરૂ કરી છે.ધ્રમિલ એક ભાઇ એક બહેનમાં નાનો હતો. તેમના પિતા કડીયા કામ કરે છે. પોતે બેરીંગનું વેંચાણ કરતો હતો. ગઇકાલે રવિવાર હોય સાંજે મિત્રની ઓફીસે હતો ત્યારે આ પગલું ભરી લીધુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement