ધ્રોલના શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
12:09 PM Jul 03, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગર જિલ્લાના ધ્રોલમાં લતીપર ડાઈવર્ઝન રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા જયસુખ રવજીભાઈ વાઘેલા નામના 20 વર્ષના શ્રમિક યુવાને ગત 21મી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સૌ પ્રથમ ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ હરેશભાઈ રવજીભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. બી. સોઢીયા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement