જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત
01:41 PM Jul 26, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક ટેન્કર ની ઠોકરે ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપૂજયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહીને વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતો શિવ નારાયણ હીરાલાલ રાઠોડ મોંગીયા (ઉંમર વર્ષ 30) કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને જાખર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. -3 બી.વી. 9523 નંબરના ટ્રક ટેન્કર ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
Advertisement
આ બનાવ અંગે મૃતક શિવ નારાયણ રાઠોડ ની પત્ની અંગુરબાલા બેને મેઘપર પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement