લાલપુર નજીક બે મોટરસાયકલ અથડાતાં શ્રમિક યુવાનનું મોત
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આરબલુસ ગામના પાટીયા પાસે બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં બંને બાઇક સવાર ઘાયલ થયા હતા. જે પૈકીના એક બાઈક ચાલક પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજયું છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના આરબલુસ ગામના પાટીયાપાસે ગઈકાલે રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં બે મોટરસાયકલ સામ સામે અથડાઈ પડ્યા હતા, જે અકસ્માતમાં એક બાઈકના ચાલક મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઈશ્વરીયા ગામમાં વલ્લભભાઈની વાડીમાં રહીને ખેતી કામ કરતા કેશુભાઈ જાલીયા ભાઈ ખરાડિયા પોતાનું બાઈક ચલાવી સામેથી આવી રહેલા રાકેશ કોદરિયા ભાઈ મુહણીયા નામના 30 વર્ષના પરપ્રાતિય શ્રમિક યુવાનને હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેઓનું બનાવના સ્થળે કરુ મૃત્યુ નીપજ્યું હતું. હા અકસ્માતના બનાવોગે સામેથી આવી રહેલા ભાઈ ખરાડી સામે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એ. એસ. આઇ. ડી.ડી. જાડેજાએ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કેશુ ખરાડી પણ ઘાયલ બન્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.