રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બે કરોડના દેણામાં ડૂબેલા કારખાનેદાર યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

04:12 PM Jul 15, 2024 IST | admin
oplus_2097184
Advertisement

કુવાડવા રોડ પર ખોડલધામ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના જ કારખાનામાં ભરેલું પગલું: વ્યાજના ચક્કરમાં દેણું થઇ ગયાની શંકા

Advertisement

શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઇમીટેશનનું કારખાનું ધરાવતા યુવાને પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રૂા.50 હજારના વ્યાજખોરે 1 કરોડ માંગતા ઉધાર માલ લઇ ચૂકવતા-ચૂકવતા રૂા.2 કરોડનું દેણુ થઇ જતા આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાછળ ખોડલધામ સોસાયટી શેરી નં.7માં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ મેઇન રોડ પર બસી ઇમીટેશન નામનું કારખાનું ધરાવતા રવિ ભીખાભાઇ પીપળીયા (ઉ.વ.27) નામના યુવાને આજે સવારે પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી લેત તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલના બિછાનેથી રવિએ જણાવ્યા મુજબ તેણે પ્રદિપ ભુરા પાસેથી રૂા.50 હજાર લીધા હતા. જેના રૂા.1 કરોડની માંગણી કરતા તેને ઉઘારમાં ઇમીટેશનનો માલ લઇ વ્યાજખોરને નાણા ચૂકવતો હતો. જેથી બે કરોડનું દેણુ થઇ જતાં તેણે આ પગલું ભરી દીધાનું જાણવા મળ્યું છે. આ અંગે બીડીવીઝન પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement