લોધિકાના પાળ નજીક બાઈક અકસ્માતમાં ચાલક યુવકનું મોત
ગોંડલના બંધિયા ગામે શ્રમિક યુવાને વખ ઘોળતાં સારવારમાં ખસેડ્યો
લોધિકાના પાળ ગામે રહેતો યુવાન ઘોરડા ગામ પાસેથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક વાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના પાળ ગામે રહેતા કિરણભાઈ માનજીભાઈ મકવાણા નામનો 35 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે બપોરના અરસામાં પોતાનું બાઈક લઈને પાળ અને ઘોરડા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાન ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક વાડ સાથે અથડાયું હતું. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.