ચલાલા પાસે કાર અડફેટે રોહિશા ગામના બાઇકચાલક યુવકનું મોત
કાર મૂકી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ
જાફરાબાદ તાલુકાનાં રોહિશા ગામે રહેતો યુવાન પોતાનુ બાઇક લઇને અમરેલી આટો મારી પરત ઘરે ફરી રહયો હતો ત્યારે ચલાલા ગામ પાસે અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. યુવકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. અકસ્માત સર્જી કાર મુકી નાસી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાફરાબાદનાં રોહીશા ગામે રહેતો પ્રકાશ છગનભાઇ વાઘેલા (ઉ.વ. 19) પોતાનુ બાઇક લઇને અમરેલી આટો મારવા ગયો હતો. જયાથી રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા પરત ફરી રહયો હતો ત્યારે ચલાલા પાસે અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન 3 ભાઇ 3 બહેનમા વચેટ હતો. અકસ્માત સર્જી કાર મુકી નાસી છુટેલા ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.