ભાવનગરમાં ટ્રક અડફેટે ચડી જતા બાઈકચાલક યુવાનનું મોત
12:20 PM Jul 01, 2024 IST
|
admin
Advertisement
ભાવનગર કુંભારવાડા નારી રોડ ટ્રકે એક યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરુણ મોત નિપજ્યું હતુ.
Advertisement
અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરેશભાઇ હનુભાઇ મેર ઉ.વ.40 તેમની સ્પ્લેન્ડર બાઇક લઇને કુંભારવાડામાં આવેલા તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે નારી કુંભારવાડા રોડ પર મામાની ડેરી પાસે બીએમસીના ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં સુરેશભાઇને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી.અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement