For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળી

03:28 PM Oct 20, 2025 IST | Bhumika
પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળી

રેસ્ટોરન્ટની બેદરકારી છતાં તંત્રની ચૂપકીદીથી ગ્રાહકોમાં ભારે રોષ

Advertisement

રાજકોટના રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે, જેમાં શાકમાં ઈયળ આવતા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો, આ ઘટનામાં પ્રેમવતી રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું નથી. રાજકોટમાં ઇઅઙજ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત રેસ્ટોરન્ટ પ્રેમવતીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે, ગ્રાહકે પંજાબી થાળી ખાવા માટે લીધી અને તે જમવાની શરૂૂઆત કરે છે અને શાકમાં ઈયળ હોવાથી તેનું ધ્યાન જાય છે અને હોબાળો કરવામાં આવી છે, આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે, સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગઈકાલે ગ્રાહકે હોબાળો કર્યો હતો, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટમાં શુદ્ધ અને શાકાહારીની વાતો વચ્ચે શાકમાં ઈયળ નીકળી હતી, તો પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી તો ગ્રાહકે કહ્યું કે, આ તમારો બીજી વાર ભવાડો થયો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, રેસ્ટોરન્ટમાં હંમેશા લોકોની ભારે ભીડ જોવા મળે છે અને લાખોની કમાણી વચ્ચે પ્રેમવતીના સંચાલકોની બેદરકારી સામે આવી હતી.

Advertisement

જે માટે આ તંત્ર દ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -ઈંટ મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-56 હેઠળ રૂૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement