For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા

04:36 PM Nov 07, 2025 IST | admin
નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા

વડોદરામાં દિવાળીની રાતે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી હતી

Advertisement

અધૂરા માસે જન્મેલા બાળકે પણ સારવારમાં દમ તોડયો, માતાની જાણ બહાર જ પુત્રની દફનવિધિ કરવી પડી

વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે 21 ઓક્ટોબરને દિવાળીની રાત્રે નશામાં ચૂર નીતિન ઝાએ શ્રમજીવી પરિવાર ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ ઘટનામાં 4 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હતું, તો બાળકની ગર્ભવતી માતા પણ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાની અધૂરા મહિને ડિલિવરી કરવાની ફરજ પડી હતી. દિવાળી બાદથી સારવારમાં રહેલા બાળકે પણ 6 નવેમ્બરની મોડીરાતે જીવ ગુમાવી દેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. નબીરાના કારણે પરિવારે બે બાળકને ગુમાવતા રોષ સાથે આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.

Advertisement

દિવાળીની રાતે નીતિન ઝાએ ચિક્કાર દારૂૂ ઢીંચયો અને અકોટાની એક હોટેલમાં જમવા માટે એકલો નીકળ્યો હતો, ત્યારે આ ગંભીર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં મારવાડી પરિવારના ચાર વર્ષના નીતિન મોત થયું હતું. તો અન્ય 4 શ્રમજીવીને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં મૃતક બાળકની માતા સોનિયાબેનને 6 મહિનાનો ગર્ભ હતો, તેઓને પણ હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જીને ભાગતાં કારચાલક નીતિન ઝાનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતા વિદેશી દારૂૂની બોટલો મળી આવી હતી.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ગર્ભવતી મહિલા સોનિયાબેનને પહેલા સયાજી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમણે ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પતિસ્થિતિને જોતા સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સોનિયાબેનની ડિલિવરી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસોથી સોનિયાબેને ફરી પુત્રને જન્મ આપ્યો હતો.

બાળકની હાલત નાજુક હોવાથી તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે, ગતમોડી રાત્રે બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના દ્વારા આ બાળકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યું છે, પરિવાર બાળકને રિક્ષામાં લઈને ખાસ વળી સ્મશાન પહોંચ્યો હતો અને ખાસવાડી સ્મશાન ખાતે તેની દફનવિધિ કરવામાં આવી છે.

મૃતક બાળકના નાના બિરજુભાઈએ જણાવ્યું હતું કે, અમને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ પર ભરોસો છે. આરોપી નિતીન ઝાને સજા આપવામાં આવશે. તમારી માંગણી છે કે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. તેને ફાંસીને માંચડે ચડાવી દેવો જોઈએ. તેને સજા એ મોત આપવી જોઈએ, જેથી કરીને ફરી બીજી કોઈ વ્યક્તિ દારૂૂ પીને ગાડી ચલાવતા વિચાર કરે. મારી દીકરી સોનીયાને તો તેના નવજાત બાળકના મોત વિશે માહિતી આપી નથી. તેને ખબર પડશે તો તેની શું હાલત થશે, તેની મને ચિંતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement