રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શીતલ પાર્ક પાસે નવી બનતી બિલ્ડિંગના બીજા માળેથી પટકાતાં શ્રમિકનું મોત

04:23 PM Aug 02, 2024 IST | Bhumika
oplus_32
Advertisement
Advertisement

શહેરના 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક નજીક નવી બનતી બિલ્ડીંગમાં કડિયા કામ કરતી વેળાએ બીજા માળેથી પડી જતાં આંબેડકરનગરના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં.1માં રહેતા અને કડિયા કામ કરતાં હરેશ પુંજાભાઈ પરમાર (ઉ.43) નામનો યુવાન આજે સવારે શિતલ પાર્ક નજીક આર.કે.એમ્પાયર સામે નવી બનતી સેફાયર હાઈટસ નામની બિલ્ડીંગમાં બીજા માળે કડિયા કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતા બીજા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેનું ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક હરેશભાઈ બે ભાઈ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement