ભીલવાસ ચોક નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટના ચોથા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત
અકસ્માતે પગ લપસતા બનેલો બનાવ
શહેરના ભીલવાસ ચોક નજીક નવી બનતી ક્ધટ્રક્શન સાઇટ ઉપર કડીયા કામ કરતા પ્રૌઢ અકસ્માતે ચોથા માળેથી પટકાતા ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યુ હતુ. આ બનાવથી પરિવાર જનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા અને કડીયા કામ કરતા પૂજાભાઇ વલ્લભભાઇ સાપરીયા (ઉ.વ.56)નામના પ્રૌઢ ભીલવાસ ચોક નજીક નવી બનતી ક્ધટ્રક્શન સાઇટ ઉપર સ્લેબ ભરવાનું કામ ચાલુ હોય જયા કામ કરતા હતા દરમિયાન અકસ્માતે પગ લપસતા ચોથા માળેથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રસ હોવાનુ જાણવા મળ્યુ છે.