વોટર ફિલ્ટર પ્લાન્ટના કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો ખાઇ આપઘાત
સંત કબીરરોડ પર ગઢીયાનગર-2 માં ગોકુલ પાનની સામે આવેલા ઉમાઇસ વોટર ફિલ્ટર કારખાનામાં કામ કરનાર રોહિત પૂરણલાલ કેવટ(ઉ.વ 18) નામના યુવાને ગઇકાલે સમી સાંજના કારખનાની ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.સાથી શ્રમિકોએ ઓરડીનો દરવાજો ખખડાવતા યુવાને દરવાજો ન ખોલતા તોડીને જોતા યુવાન લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.જેથી 108 ને જાણ કરવામાં આવી હતી.108 ના ઇએમટીએ જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેશભાઈ.એમ.કોઠીવાળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આપઘાત કરી લેનાર યુવાન રોહિત મૂળ યુપીના ગોંડા જિલ્લાનો વતની હતો.તે બે બહેન એક ભાઇના પરિવારમાં મોટો હતો.યુવાન છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહી મજુરીકામ કરતો હતો.છેલ્લા 22 દિવસથી અહીં વોટર ફિલ્ટર કારખાનામાં મજુરીકામ કરતો હતો.યુવાને કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.