રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓખામાં લગ્ન પૂર્વના પ્રેમીની પજવણીથી ત્રાસેલી મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાત

11:27 AM Oct 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઓખા મંડળમાં રહેતી એક પરિણીતાને અગાઉ રિલેશનમાં રહેલા એક શખ્સ દ્વારા જે-તે સમયે તેમના મોડેલિંગ ફોટા મેળવી, અને છેલ્લા કેટલાક સમયથી પરેશાન તેમજ બદનામ કરવામાં આવતા કંટાળીને આ પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં મૃતક યુવતીના પતિએ પરપ્રાંતિય એવા દિલ્હીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળમાં રહેતા એક યુવાનના પત્ની લગ્ન પહેલા એકાદ વર્ષ સુધી ગાઝિયાબાદ (દિલ્હી) ખાતે રહેતા રાજીવ ઉર્ફે વીકી સક્સેના નામના યુવાન સાથે રિલેશનશિપમાં હતી.

આ સમયગાળા દરમિયાન આરોપી રાજીવ ઉર્ફે વિકી દ્વારા ઉપરોક્ત પરિણીતા પાસેથી યેન-કેન પ્રકારે તેમના મોડેલિંગ ફોટા, કપલ ફોટા, બિભત્સ ફોટા અને વિડિયો મેળવી લીધા હતા. આ બાદ યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ ઉપરોક્ત આરોપી દ્વારા તેણીના ફોટા ચોક્કસ નામથી ફેસબૂક આઈ.ડી. બનાવી, અને તે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડિયો વાયરલ કર્યા હતા. આ રીતે તેણીની સમાજમાં થયેલી બદનામીથી કંટાળીને આખરે પોતાના હાથે ગળાફાંસો ખાઈને તેણીએ આપઘાત કરી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણમાં મૃતક યુવતીના પતિ દ્વારા પોતાના પત્નીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેણીને મરી જવા માટે મજબૂર કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગાઝીયાબાદના આરોપી રાજીવ ઉર્ફે વિકી સક્સેના સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. લગ્ન પૂર્વેના સંબંધોના લાલબત્તી સમાન આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.

Tags :
gujaratgujarat newsokhaokha newssuicide
Advertisement
Next Article
Advertisement