For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદથી રાજકોટ બહેનના ઘરે આવેલા મહિલાને ‘ચોર’ ભટકાયો: 1.18 લાખના મતાની ચોરી

04:34 PM Mar 26, 2024 IST | Bhumika
અમદાવાદથી રાજકોટ બહેનના ઘરે આવેલા મહિલાને ‘ચોર’ ભટકાયો  1 18 લાખના મતાની ચોરી
  • મવડી ચોકડીએ શાકભાજી ખરીદ્યા બાદ બેગ ખોલતા મોબાઇલ અને રૂા.1.15 લાખનો સોનાનો ચેઇન ગાયબ

અમદાવાદથી રાજકોટમાં તેમના બહેનના ઘરે આવેલા મહીલાએ મવડી શાક માર્કેટમાંથી શાકભાજી ખરીદયા બાદ તેમના બેગમાં હાથ નાખતા જ તેમાં સોનાની ચેઇન, મોબાઇલ સહીત રૂા.1.18 લાખની મતાની ચોરી થયાની જાણ થતાં જ પોલીસમાં ફરીયાદ થઇ હતી.

Advertisement

બનાવની વધુ વિગતો મુજબ અમદાવાદના સાઉથ બોપલમાં સ્વસ્તીક ગ્રીન્સમાં રહેતા જયશ્રીબેન દિનેશભાઇ જીઠરા (પટેલ) (ઉ.52) મહીલાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને પુત્રી નિધી છે. નિધીનાં લગ્ન રાજકોટના વ્રજભુમી ખાતે રહે છે. જમાઇ અમદાવાદ નોકરી કરતા હોય જેથી દીકરી પણ ત્યાં રહે છે. અને રજાના દિવસોમાં રાજકોટ આવે છે.
ગઇ તા.19ના રોજ પોતે અમદાવાદથી રાજકોટનાં ઇસ્કોન એમવીટીમાં રહે છે ત્યાં ગયા હતા અને બીજા દિવસે ગોંડલ ઠાકોરજીની હવેલીએ દર્શન કરી પરત બહેનનાં ઘરે આવી ગયા હતા અને તા.24ના રોજ દીકરીનાં ઘરે આંટો મારવા ગઇ હતી.

તેમજ ત્યાંથી સાંજે રીક્ષામાં બેસી મવડી ચોકડીએ ઉતરી ત્યાંથી શાકભાજી લઇ અને પોતાની પાસે રહેલી બેગમાં જોતા પર્સ મોબાઇલ- અને રૂા.1.15 લાખનો બે તોલાનો સોનાનો ચેઇન જોવા મળ્યો નહીં. જેથી જમાઇને વાત કરી પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement