કલ્યાણપુરના માલેતા ગામે બીમારીથી કંટાળેલી મહિલાનો કૂવામાં ઝંપલાવી આપઘાત
જૂના મનદુ:ખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર હુમલો : આઠ સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા સનીબેન નથુભાઈ બથવાર નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના મહિલા છેલ્લા આશરે 15 દિવસથી બીમાર રહેતા હોય, અને તેમની તબિયત ન સુધારતા આનાથી કંટાળી ગયેલા સનીબેને ગુરુવારે માલેતા ગામના સ્મશાન પાસે આવેલા કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે મૃતકના પુત્ર રાજુભાઈ નથુભાઈ બથવારએ કલ્યાણપુર પોલીસમાં જરૂૂરી નોંધ કરાવી છે.
જુના મનદુ:ખનો ખાર
ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા રમેશભાઈ દુદાભાઈ રાવલિયા નામના 35 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી આ જ વિસ્તારમાં રહેતા અરજણ પોલાભાઈ મકવાણા, માંડા મુરૂૂભાઈ મકવાણા, પાછા કારાભાઈ મકવાણા, કિહા મુરુભાઈ મકવાણા, રાજા કારાભાઈ, નારણ કારાભાઈ, કારા પાલાભાઈ અને હીરા ભુરાભાઈ નામના આઠ શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો.
આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી રમેશભાઈ ઉપરાંત સાહેદ દુદાભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ચાર આરોપીઓને ફરિયાદી રમેશભાઈના ભાઈ લખમણભાઈ સાથે જૂનું મનદુ:ખ ચાલ્યું આવતું હોય, જેનો ખાર રાખી, અને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
હુમલો
ખંભાળિયાના બરછા પાડા વિસ્તારમાં રહેતા અને હાલ જામનગરની તિરૂૂપતિ સોસાયટી ખાતે સ્થાયી થયેલા ભાવેશગર અરવિંદગર ગોસ્વામી નામના 35 વર્ષના યુવાન બુધવારે રાત્રિના સમયે અત્રે બરછા સ્ટ્રીટમાં તેમના મકાને આવ્યા હતા. ત્યારે અહીં રહેતા સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી અને ટીનો ઉર્ફે ભાવેશ બળવંતગીરી ગોસ્વામી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી ભાવેશને અહીં આવવાની ના કહી હતી.
જેથી ભાવેશે તેમને સમજાવવા જતાં ત્રણે આરોપીઓએ એકસંપ કરી, લાકડાના ધોકા વડે તેમને માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ત્રણેય આરોપીઓ સામે ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો છે.