રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં રૂ.5.89 લાખનું ડ્રગ્સ મોકલનાર સપ્લાયર મહિલા અમદાવાદથી ઝડપાઈ

04:50 PM Oct 14, 2024 IST | admin
Advertisement

બામણબોર નજીક પોલીસની ચેકપોસ્ટ પાસેથી વટવાની બ્યુટીપાર્લર સંચાલિકા એમડી ડ્રગ્સ સાથે પકડાયા બાદ રાજકોટ પોલીસનું અમદાવાદમાં ઓપરેશન

Advertisement

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર બામણબોર નજીકથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી બ્યુટીપાર્લર સંચાલિકાની રૂૂ.5.89 લાખના એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ ઝડપી લીધા બાદ પુછપરછમાં સપ્લાયર તરીકે મુંબઈની મહિલાનું નામ ખુલ્યા બાદ તેને પણ અમદવાદથી ઝડપી લેવામાં આવી હતી.

રાજકોટમાં ડ્રગ્સની ડીલેવરી માટે એક મહિલા આવવાની હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર બામણબોર નજીકથી બામણબોર ગામ જવાના જૂના રસ્તા પાસે અને એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ નજીકથી અમદવાદના વટવા સતેજ હોમ્સમાં બ્લોક નં. સી-18માં રહેતી અને ઘરમાંથી જ બ્યુટી પાર્લરનું કામ કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કર (ઉ.વ.27)ને રૂૂા. 5.89 હજારની કિમતના 58.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. એસઓજીએ રૂૂા. 5.89 લાખનું એમડી ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, પોકેટ વજન કાંટો, રૂૂા. 500 રોકડા, પાન કાર્ડ વગેરે મળી કુલ રૂૂા. 6.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શ્વેતા વિરૂૂધ્ધ એરપોર્ટ પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ માટે શ્વેતાનો કબ્જો એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો.

પ્રાથમિક પુછતાછમાં શ્વેતાએ પોતે અમદાવદાની એક સેઝા નામની મહિલા પાસેથી આ ડ્રગ્સ લઇ રાજકોટમાં આપવા આવતી હોવાનું જણાવ્યું હતું. મુખ્ય સપ્લાયર સેઝા મૂળ મુંબઇની છે અને તે હાલ અમદાવાદમાં હોવાની સચોટ બાતમીના આધારે રાજકોટ પોલીસે અમદાવાદ પોલીસને સાથે રાખી સેઝાને પણ સકંજામાં લીધી છે. શ્વેતા અગાઉ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ભાડેથી રહેતી હતી. તેણીના છુટાછેડા થઇ ગયા બાદ એકલી રહે છે.તેનો પુત્ર તેના પતિ સાથે છે.

માતા પિતા પણ હયાત નથી. પોતે પણ નશોક રવાની આદત ધરાવતી હોય તે સેઝા સાથે સંપર્કમાં આવ્યા બાદ શ્વેતા તેના નાનાજી બિમાર હોઇ તેની સારવારનો ખર્ચ કાઢવા ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડી હતી. સેઝા પણ અગાઉ ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે અને થોડા સમય પૂર્વે જ સેઝા ડ્રગ્સ કેસમાં જામીન મુક્ત થયા બાદ ફરી ડ્રગ્સના ધંધામાં સક્રિય થઈ હતી અને શ્વેતા સેઝા પાસેથી આ માદક પદાર્થ મેળવી રાજકોટ સપ્લાય કરવા આવી હતી. રાજકોટમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તે બાબતે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ધર્મેશભાઈ ખેર, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફિરોજભાઈ રાઠોડ, મૌલીકભાઇ સાવલીયા, અરૂૂણભાઇ બાંભણીયા,હાર્દીકસિંહ પરમાર, મહીલા કોન્સટેબલ નાઝનીનબેન સોલંકી તથા એએસઆઇ કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
drugs worth Rs 5.89 lakhgujaratgujarat newsrajkotrajkot newsRajkot was arrested from Ahmedabad
Advertisement
Next Article
Advertisement