રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લગ્નની સીડી આપવાના બહાને હોટલમાં બોલાવી નર્સિંગનો અભ્યાસ કરતી મહિલા ઉપર દુષ્કર્મ

05:37 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર રહેતી અને નર્સિગનો અભ્યાસ કરતી મહિલા ઉપર તેની સાથે જ અભ્યાસ કરતાં સાથી વિદ્યાર્થીએ લગ્નની સીડી આપવાના બહાને હોટલમાં બોલાવી બળજબરીથી દુષ્કર્મ ગુર્જાયુ હતું. બાદમાં તેનો વિડિયો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી હતી. આ અંગે અંતે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં તાલુકા પોેલીસે આરોપી કેશોદના શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, મહિલાએ ફરીયાદ કરી હતી જેમા આરોપી તરીકે જુનાગઢના કેશોદ રહેતો અને રાજકોટમાં નસીંગનો કોર્ષ કરતા ગીરીશ કાઠાણીનુ નામ આપ્યુ હતુ ફરીયાદમાં વધુ જણાવ્યુ હતુ કે તેને 11 વર્ષ પહેલા કોર્ટમાં લગ્ન કરી લીધા હોય અને નર્સીગનો કોર્ષ કરતી હોય સાથે કોર્ષ કરતા ગીરીશ સાથે પરીચય થયો હતો અને સાથે પરીક્ષા આપવા ટ્રેનમાં બેગ્લોર જતા હોય કોન્ટેક કરી મોબાઈલ નંબર મેળવી વાતો અને મેસેજ કરતા હોય ત્યાર બાદ બે વર્ષ પહેલા તેના પતિ સાથે સમુહમાં લગ્ન કરેલ હોય અને તેના વિડીયો શુટીંગ માટે ગીરીશના પરીચય સાથે વાત ચીત કરી હતી.

લગ્નની સીડી ગીરીશ આપતો ન હોય અને તેના માટે હુ કહુ ત્યા મળવા માટે આવવાનુ કહયુ હતુ ત્યાર બાદ ગીરીશ રાજકોટ આવ્યો હોય અને તને ત્રિકોણ બાગ પાસે મારૂૂતી હોટલમાં બોલાવી હતી ત્યા જતા તેને વાતચીત કરી જબરદસ્તી કરી રૂૂમમાં દુષ્કર્મ આચર્યુ હતુ ત્યાર બાદ તેને રૂૂમમાં ફોટા અને શુટીંગ ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી અને અવાર-નવાર હોટલમાં બોલાવી શરીર સંબધ બાંધતો હોય દરમ્યાન જાન્યુ.માં બેગ્લોર સ્ટાફ સાથે પરીક્ષા આપવા જતા ત્યા ગીરીશએ આશ્રય હોટલમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ અને મારી સાથે સંબધ નહી રાખે તો તારા પરીવારને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ ફોન કરી હેરાન કરતો હોવાનુ જણાવતા પી.એસ.આઈ. ત્રાજીયા સહીતના સ્ટાફે ગુર્નો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Tags :
crimecrime newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement