ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધરમનગર ર્ક્વાટરમાં રહેતી મહિલાએ 150 ફૂટ રિંગ રોડ પર ફિનાઇલ પીધું

04:45 PM Oct 17, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના ધરમનગર ર્ક્વાટરમાં રહેતી મહિલાએ 150 ફૂટ રીંગ રોડ પર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે ગૌરીદડ ગામે પરપ્રાંતિય સગીરે ઝેરી દવા પી લીધી હતી.

જાણવા મળતી વિગત મુજબ ધરમનગર ર્ક્વાટરમાં રહેતા જાગૃતિબેન જીતેન્દ્રભાઇ જેઠવા (ઉ.વ.42)નામના મહિલાએ ગઇકાલે રાત્રે 150 ફૂટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે આવેલા ખાણીપીણી હોકર ઝોનના ગેટ પાસે કોઇ કારણસર ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાગૃતિબેનના લગ્ન 22 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.જયારે મુળ મધ્યપ્રદેશના અને હાલ ગૌરીદડ ગામે રામજીભાઇની વાડીમાં રહેતા રતનસિંગ મહિડાના 15 વર્ષીય પુત્ર સત્યાએ ગત મોડી રાત્રે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

ભગવતીપરાના યુવાને ઝેર પીધું
ભગવતીપરા મેઇન રોડ પર ધરમનગર શેરી નં.1માં રહેતા યોગેશ બાબુભાઇ માવલા (ઉ.27)નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જયારે મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતી બબલીબેન જીતુભાઇ ચૌહાણ નામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement