રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આઠ વર્ષથી ઘરકામ કરતી મહિલા રૂા. 10 લાખના દાગીના બઠાવી ગઈ

04:48 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

દૂધસાગર રોડ પર ભગવતી સોસાયટી શેરી નં. 2માં રહેતા રોશનબેન દિલીપભાઈ દોણકીયા (ઉ.વ.74)ના ઘરે ઘરકામ કરવા આવતી રમાબેન રાજુભાઈ સાકરીયા (રહે.રતનપર,તા. રાજકોટ) ચોરીછૂપીથી તેના કબાટની ચાવી મેળવી લઈ કબાટમાં રાખેલા રૂૂા.10 લાખની કિંમતનાં સોનાના દાગીના ચોરી કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

રોશનબેને જણાવ્યું કે,તે તેના નાના પુત્ર અને તેના પરિવાર સાથે રહે છે.મોટો પુત્ર તેના પરિવાર સાથે તે જ વિસ્તારમાં રહે છે.ગયા જુલાઈ માસમાં તેના ઘરે તેના રૂૂમમાં દિવાલમાં બનાવેલ જૂના ફિક્સ લાકડાના કબાટમાં ઉધઈ ચડી જતાં કબાટ ખરાબ થઇ જતા રિપેર કરાવવાનું કહેતા ચાર-પાંચ દિવસ બાદ કબાટ રિપેરીંગ કરવા માટે માણસો આવ્યા હતાં.આથી તેને કબાટમાં રહેલો સરસામાન કે જેમાં કપડા, રોકડ અને દાગીના હતા તે લઈ રૂૂમની બાજુમાં આવેલા બીજા રૂૂમમાં રહેલા લોખંડના કબાટમાં મૂકી કબાટને લોક મારી ચાવી પોતાની પાસે રાખી હતી.

કબાટ રિપેરીંગ કામ પૂર્ણ થતાં સરસામાન પરત તેની રૂૂમમાં કબાટમાં મૂક્યા હતા.આ સમયે સોનાના દાગીનાનું બોક્સ ખોલીને જોતાં દાગીના જોવા મળ્યા ન હતા.આથી તેણે પરિવારના સભ્યોને આ અંગે પૂછતા તેમણે દાગીના જોયા ન હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ કબાટ રિપેરીંગ કરવા આવેલા માણસોને પૂછતા તેમણે પણ અજાણ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ તેને ત્યાં આઠ વર્ષથી ઘરકામ કરવા આવતા રમાબેન સાકરીયાને પૂછતાં તેણે પણ ના પાડી દીધી હતી.બીજી તરફ રમાબેન તેને દરરોજ દાગીના વિશે પૂછપરછ કરતાં હોય તેની ઉપર શંકા ગઈ હતી.

બાદમાં માનતા રાખી હોવાનું કહી મારા સોનાના દાગીના જે કોઇ લઈ ગયા હશે તેને સારું નહીં થાય, તે હેરાન થશે તેમ રમાબેનને કહ્યું હતું.જે બાદ રમાબેનને પસ્તાવો થતાં તેને દાગીના હું લઇ ગયેલ છું પરંતુ તે કોઈ જગ્યાએ ખોવાઈ ગયેલ છે.જે બાદ ચાર મહિના થયા બાદ પણ દાગીના પરત ન આપ્યા અને 10 દિવસથી કામે ન આવતા તેમના વિરૃદ્ધ ફરિયાદ કરી તેને સકંજામાં લઈ દાગીના રિકવર કરવા તજવીજ આદરી છે. તેના પુત્રને થોડા દિવસ પૂર્વે જ કાર લઈ આપી હોય જેથી તેમાં રોકાણ કરી દીધાની શંકા પણ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement