મોરબીમાં ટ્રકે ઠોકરે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત
મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીના ઝાંપા પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પતિએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલ મોરબી પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા રમણીકભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.55) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર - જીજે -01-એક્ષ-3888 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 31-01-2024 ના રોજ આરોપીએ પોતાના હવાલાનું વાહન ટ્રક જેનો રજીસ્ટર નં-જીજે-01-એક્ષ-3888 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી બેદરકારીથી ફરીયાદીની પત્નિ સાહેદને ટક્કર મારી પાડી દઈ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા કંકુબેન રમણીકભાઇ ડાભીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ રમણીકભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -279,304(અ) તથા એમ.વી. એક્ટ -177,184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.