કલ્યાણપુરના રાણ ગામે વીજશોકથી મહિલાનું મોત
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મંજુબેન જમનભાઈ ડાભી નામના 42 વર્ષના મહિલા પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ જમનભાઈ ફોગાભાઈ ડાભીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકા નજીક પ્રૌઢ પર પાંચ શખ્સો દ્વારા હુમલો
દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા દેવશીભાઈ ચાવડા નામના એક પ્રૌઢ પર કોઈ બાબતે બોલાચાલી કરી, અને લોખંડના પાઈપ, કુહાડા તથા ધોકા વડે હુમલો કરી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આ જ ગામના મેરામણ ભીખાભાઈ આંબલીયા, મેસુર આંબલીયા, વેજા આંબલીયા, આલા આંબલીયા અને ડાડુ મેરામણ નામના પાંચ શખ્સોએ ઈજાગ્રસ્ત એવા દેવશીભાઈ ચાવડાના ભત્રીજા મેસુરભાઈ ચાવડા (ઉ.વ. 23) એ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
દ્વારકામાં કાર ઓવરટેક કરવા બાબતે પરપ્રાંતીય યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકામાં આવેલી એક જાણીતી હોટલમાં રહેલા વેદ પ્રકાશ રામાશંકર પાંડેય (રહે. બેંગ્લોર વાળા) ને દ્વારકાના દિલીપ હીરાભા નાયાણી સાથે કાર ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આથી આ અંગેનો ખાર રાખી અને રવિવારે આરોપી દિલીપ નાયાણીએ હોટેલના કમ્પાઉન્ડમાં ગુનાહિત અપપ્રવેશ કરી, અહીં રહેલા ફરિયાદી અજયકુમાર રામસ્વરૂૂપ સિંઘ (ઉ.વ. 38, રહે. મૂળ રફીગંજ, જિ. ઔરંગાબાદ, બિહાર) તેમજ સાહેદો સાથે બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
રાવલ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉકા બાબુ ચૌહાણ, નાગા કરસન પરમાર, કેશુ નાગા પરમાર અને ભીખા ઉકા ચૌહાણ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂૂ. 5,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.