ગુજરાતનું એક અનોખું ગામ..જ્યાં કોઈ બહેન પોતાના ભાઈને નથી બાંધતી રાખડી ,જાણો શું છે કારણ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. પરંતુ ગુજરાતના એક ગામ માટે રક્ષાબંધનનો દિવસ અશુભ માનવામાં આવે છે. આજે પણ આ ગામમાં રક્ષાબંધનના દિવસે કોઈ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી નથી બાંધતી. કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
પાલનપુરથી આઠ કિ.મી. દૂર ચરોતર ગામમાં આખા ગામની દિકરીઓ પોતાના ભાઇઓને રક્ષાબંધન પર નથી બંધાતી રાખડી. આખા ગામની બહેનો એક દિવસ અગાઉ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહી છે. 200થી વધુ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં ભાઈ અને બહેનના પવિત્ર બંધનની ઉજવણી કરવામાં આવે છે. ચરોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફેલાયો હતો અને મોટી સંખ્યામાં પશુઓ અને પશુઓના મોત થયા હતા. તેના આતંકને કારણે ગામના લોકોએ મદદ માટે બૂમો પાડી. જ્યારે ગામલોકો ભેગા થયા અને ગામના પૂજારી પાસે ગયા, ત્યારે પૂજારીએ ગામની દીકરીઓને ગામની સુખ, શાંતિ અને સલામતી માટે રક્ષાબંધનના એક દિવસ પહેલા તેમના ભાઈને રાખડી બાંધવાની સલાહ આપી. ત્યારથી ચડોતર ગામમાં આ પરંપરા યથાવત છે.
ચરોતર ગામના મંદિરના પૂજારીનું કહેવું છે કે કે વર્ષો પહેલા અમારા ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો હતો, જેના કારણે ગ્રામજનો ડરી ગયા હતા. ગામના આગેવાન સોમાભાઈ લોહે જણાવ્યું કે અમારા ગામમાં 250 વર્ષ પહેલાથી આ રીતે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.
લોક વાયકા અનુસાર ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત થયાં હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વારમાં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી નહિ બાંધે, નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાંની એક પણ બહેન રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.
આજે ભાઈ-બહેન રક્ષાબંધનના પવિત્ર બંધનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલે પાલનપુરના ચરોતર ગામની બહેનોએ ચરોતર ગામમાં રક્ષાબંધનની ઉજવણીની 200 વર્ષથી વધુ જૂની પરંપરાને જીવંત રાખી છે. ભાઈને રાખડી બાંધીને.