For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉ.ની 21મી વર્ષગાંઠની અનોખી ઉજવણી

05:00 PM Jul 01, 2024 IST | Bhumika
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉ ની 21મી વર્ષગાંઠની અનોખી ઉજવણી
Advertisement

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂૂપ બની રહી છે. સંસ્થાના 21 માં સ્થાપના દિવસે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભકુલભૂષણ વૈષ્ણવચાર્ય ગોસ્વામી108 વ્રજરાજ કુમાર જી મહારાજ ઉપસ્થિત રહીને બાળકોને તેમના વાલીઓને મંગલ આશિષ પાઠવ્યા હતા તેમ જ આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ તેમજ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમની શરૂૂઆતમાં જ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટાઈપ વન ડાયાબિટીસ પીડિત બાળકોના જીવનમાં ઉજાસ રૂૂપી તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભ સ્કૂલ ભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજનું હાર પહેરાવી અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું જાણીતા ક્રિકેટ જયદેવ ઉનડકડ અને મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા ને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા હતા ત્યાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા તત્વજ્ઞાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં ટાઈપ વન બાળકોને 2500 રૂૂપિયાને મૂલ્યની ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી ત્યારબાદ ડાયાબિટીસ થી પીડિત બાળકો માટે નિશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને એવરનેસ કેમ્પ ની સાથે બાળકો અને પરિવારજનો માટે બપોરના ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની વણઝાર કરવામાં આવી હતી જેમાં પ્રભુદાસ ભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ દ્વારા પાંચ લાખ કમલનયનભાઈ સોજીત્રા ગુજરાત મિરર ફાઉન્ડેશન દ્વારા એક લાખ શંભુભાઈ પરસાણા દ્વારા ત્રણ મહિના માટે 50 બાળકોને દતક લેવામાં આવ્યા હતા. તેમજ જયેશભાઈ ઝવેરી મુંબઈ થી એક લાખ, દિવ્યરાજસિંહ જાડેજા એક લાખ , હંસાબેન ઝવેરી મુંબઈ થી એક લાખ હેમંતભાઈ પટેલ દ્વારા 55555, ફર્ન હોટલ સંજયભાઈ ચંડી ભમમર દ્વારા 11111 ક્રિકેટર જયદેવ ઉનડકટ દ્વારા 51000 સહિતના દાતાઓ દ્વારા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અપુલભાઈ દોશી એ જણાવ્યું હતું કે બે દાયકા પહેલા આ સંસ્થા શરૂૂ કરવામાં આવી હતી.

આ સંસ્થામાં ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત અત્યારે 2000 બાળકો છે બાળકો માટે મનોરંજન કાર્યક્રમ તેમજ અવેરનેસ અને એજ્યુકેશન પિકનિક જેવા અનેક 74 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા છે આ સંસ્થા આર્થિક રીતે જરૂૂરિયાતમંદ 500 થી વધુ બાળકોને નિશુલ્ક સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે તેમજ બાકીના દરેક બાળકોને તમામ સુવિધાઓમાંથી 40 થી 50 ટકા સુધી રાહત દરે સેવા આપવામાં આવે છે આગામી દિવસોમાં ટાઈપ વન ડાયાબિટીસ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપવની ચર્ચા વિચારણા ચાલી રહી છે.

ડાયાબિટીસ બાળકો અને તેમના પરિવારો ને પ્રોત્સાહન આપવા માટે પ્રસિદ્ધ ક્રિકેટર જયદેવ ઉનટકટ જણાવ્યું હતું કે તમે તમારા બાળકને કોઈપણ રમતગમત ક્ષેત્રે જેમાં તેમને રસ હોય તેમાં જોડો આ ક્ષેત્રમાં જોડો મતદાન મત ક્ષેત્રે જોડાશે તો તે કમજોર નથી તેવું સ્વીકારતું થશે તમારા બાળકને પૂરું પ્રોત્સાહન આપો ટાઈપ વન ડાયાબિટીસ તમારી કમજોરી નથી તમારા એક ભાગ છે તેવું સ્વીકારી આગળ વધવું જોઈએ.

આ કાર્યક્રમમાં ફાલ્કન ગૃપના કમલ નયનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે હું સતત જીડીએફ ને મારો પરિવાર માનું છું અને આ પરિવારના બાળકનો હું મામા એટલે કે આ પરિવારના બાળક મારા ભાણેજ છે એટલા માટે જ હું કહું છું કે બાળકની સ્થિતિ ન જોતા તેમની ક્ષમતા જોવી જરૂૂરી છે તેમણે ઐશ્વર્યા અને પ્રાચી ધન્યવાદ માન્યો હતો અને આવા બાળકો ખુબ ખુબ જીવનમાં આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના પણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો છે આ સંસ્થામાંથી કોઈ પણ બાળક ગ્રેજ્યુએટ અથવા તો એજ્યુકેશન પૂર્ણ કરી આવે તો ઉપયોગી થવું નોકરી ધંધા માટે ઉપયોગી થવું મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચીબેન નાગપાલે જણાવ્યું હતું કે તમે ભૂલી જાવ કે તમે ટાઈપ વન ડાયાબિટીસ પીડિત છો એ તમારી કમજોરી નથી તેને તમારી તાકાત બનાવો હું દિવસમાં પાંચ વાર ઇન્સ્યુલીન લેવામાં કોઈપણ સ્થળ તે જગ્યાથી અચકાતી નથી કોઈપણ માતાએ કે બાળક કે ઇન્સ્યુલીન લેવામાં ક્યારે પણ કોઈ સ્થળ કે જગ્યાથી અચકાવવું નહીં આ બાળકોને ના માતા પિતાએ ગર્વથી કહેવું કે હું ટાઈપ વન બાળકની ના માતા પિતા છે.

ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા સખુંજાએ જણાવ્યું હતું કે હું ગર્વથી કહું છું ટાઈપ વન ડાયાબિટીસ છે પહેલા મને પણ ડર લાગતો હતો ઇન્સ્યુલન્સ લેવામાં પણ ડર લાગતો હતો અને સંકોચ પણ થતો હતો જ્યારે મને પ્રથમ વાર ખબર પડી કે મને ટાઈપ વન ડાયાબિટીસ છે ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને ઘણા ડોક્ટરોને બતાવ્યું હતું ત્યારે આખરે પરિણામ ટાઈપ વન ડાયાબિટીસ જ આવ્યું હતું ત્યારે ભગવાન થઈને પ્રગટ થયા હોય તેમ જેડીએફના સભ્યએ મને સમજાવ્યું હતું ત્યારથી જ હું જે ડી એફ સાથે જોડાયેલી છું જ્યારે સર્વપ્રથમ વાર ખબર પડે ત્યારે થોડું અઘરું લાગે પણ સમયની સાથે સાથે સરળ બની જાય છે.

આ કાર્યક્રમમાં VYOસંસ્થાના સંસ્થાપક વલ્લભ કુલ વિભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજ બાળકોને આશીર્વાદ તેમજ આશીર્વાદ આપી અને બાળકો તેમજ તેના માતા પિતા નો ઉત્સાહ વધાર્યો હતો અને જણાવ્યું હતું કે જીડીએફ 20 વર્ષથી કાર્યરત સંસ્થા છે તેમને હું અભિનંદન પાઠવું છું પરંતુ જે બાળકને ટાઈપ વન ડાયાબિટીસ છે તેવા બાળકના માતા-પિતા આયોજક બની જાય તો સોનામાં સુગંધ ભળી જાય અહીં ઘણા એવા ડોક્ટર પણ ઉપસ્થિત છે જે નિશુલ્ક સેવા આપે છે માતા-પિતા બાળકના દર્દ ને સમજી શકે એ વાત ખરી છે પરંતુ શાસ્ત્રોમાં આધિ વ્યાધી અને ઉપાધિ આવા ત્રણ પ્રકારના દુ:ખ મનુષ્યને આવે છે તેવું કહેવામાં આવ્યું છે કૃષ્ણ ભગવાનની માતાને પણ દુ:ખ સહન કરવું પડ્યું હતું તેમજ સીતા માતાને પણ દુ:ખ સહન કરવું પડ્યું હતું તો આપણે તો મનુષ્ય માત્ર છીએ. ત્યારબાદ છેલ્લે VYOસંસ્થા દ્વારા એક લાખનું અનુદાન અને વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા 50,000 નું અનુદાન આપવાની ઘોષણા કરી હતી ખાસ ઉપસ્થિત રહેશે.
આ સેવા કાર્યોમાં કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ) પ્રભુદાસ પારેખ, ઇસુઝું મોટર ના જગતસિંહ જાડેજા, પ્રશાંત કાસ્ટિંગ વાળા શંભુભાઈ પરસાણા, ધીરુભાઈ સુવાગીયા હરીશભાઈ લાખાણી ,પરેશભાઈ રૂૂપારેલીયા ,પૃથ્વીરાજસિંહ જાડેજા મનીષભાઈ માડેકા જગદીશભાઈ કોટડીયા રાજુભાઈ પોબારુ ,પુનિતભાઈ ચોવટીયા કિશોરભાઈ ત્રિવેદી અને જીતેન્દ્રભાઈ અમલાણી મિતુલભાઈ મહેતા હિતેશભાઈ કક્કડ અમિતભાઈ ગઢીયા નવીનભાઈ શેઠ જયેશભાઈ ઝવેરી દેવાંગભાઈ માકડ મેહુલભાઈ રવાણી કિરીટભાઈ પટેલ હર્ષદભાઈ અદાણી ડોક્ટર મિલન પટેલ ડોક્ટર જે પી ભટ્ટ જયેશભાઈ ઉપાધ્યાય અનુપમભાઈ દોશી રમેશભાઈ ઠક્કર અરવિંદભાઈ શાહ વિપુલભાઈ દોશી અલ્પેશભાઈ કેસરિયા ડોક્ટર નિશાન ચોટાઈ ભરતભાઈ શાહ શાહ કુમારભાઈ દોશી નિલેશભાઈ ભોજાણી અતુલભાઇ દોશી અને બાળકોની લાઈફ લાઇન જેવા ડોક્ટરો નિલેશભાઈ દેત્રોજા ,ડોક્ટર કૌશલભાઈ શેઠ, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર તપનભાઈ પારેખ, ડોક્ટર હર્ષભાઈ દુર્ગીયા ડોક્ટર ચેતનભાઇ દવે, ડોક્ટર સાગરભાઇ બરાસરા અને ડોક્ટર ઝલક શાહ ઉપાધ્યાય, ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમની અપૂર્વભાઈ દોશી અનીશભાઈ શાહ રોહિતભાઈ કાનાબાર હરિકૃષ્ણ પંડ્યા અમિત દોષી જય લાખાણી મિતેશ ગણતરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement