યાત્રાધામ વીરપુરમાં ગૌચર જમીન પર વાડાઓ વાળીને ખનીજચોરી કરવાનું અનોખું કારસ્તાન!
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ખુલેઆમ ખનિજ ચોરીનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને લીધે માત્ર સરકારી સંપત્તિને નુકસાન થયું છે, એટલું જ નહીં પરંતુ ચોમાસામાં ખેડૂતોના ખેતરોની સ્થિતિ પણ વણસી ગઈ હતી. ખનીજ ચોરીના કારણે ઊંડા ખાડાઓ અને માટીના ખોદકામને લીધે ચોમાસાનું પાણી આશરે સો થી દોઢસો વિઘા જેટલી જમીનમાં સીધું જ ઘૂસી જાય છે, જેનાથી ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાઈ જાય છે જેમને લઈને ખેડૂતોને પાક વાવેતર કરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે યાત્રાધામ વિરપુર પંથકમાંતો ખનીજ ચોરો દ્વારા ગૌચરની જમીનોમાં ગેરકાયદેસર વાડાઓ વાળીને ખનીજ ચોરી કરતા હોવાનું કારસ્તાન સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ દ્વારા યાત્રાધામ વિરપુરમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર વાડાઓ વાળીને અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે, યાત્રાધામ વીરપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે,ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર વિરપુર સિમ વિસ્તારોમાં ગૌચરની જમીન માંથી કુદરતી નદીઓ અને ડુંગરા તેમજ અન્ય કોઈ ધાર માંથી ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે,જેમને લઈને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,ત્યારે જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્રારા આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવીને પ્રકૃતિને નુકશાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા આ ખનીજ ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.