પાટડી પાસેથી રૂપિયા 6 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: ચાલક ફરાર
સુરેન્દ્રનગર એલસીબીનો બાતમીના આધારે દરોડો, ટ્રક અને દારૂ સહિત રૂપિયા 16.09 લાખનો મુદ્દામાલ કબજે
પાટડી તાલુકાના અહેમદગઢ પાસેથી વિદેશી દારૂૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ હતી. જેમાં કુલ 16.09 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. સુરેન્દ્રનગર એલસીબી ટીમે ટ્રકમાથી ઇગ્લીશ દારૂૂની બોટલો નંગ-1524 કિંમત રૂૂ. 6,09,600 તથા ટ્રક કિંમત રૂૂ. 10,00,000 મળી કુલ રૂૂ. 16.09,600નો મુદામાલ કબજે કર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાની કડક સૂચનાથી સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે દસાડા તરફથી એક ટ્રક નં. ૠઉં-11-ઠ-3794ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 6.09 લાખનો 1524 બોટલ દારૂ મળી આવ્યો હતો. ટ્રક ચાલક ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરી હતી.
આ બાબતે દસાડા પોલીસ મથકે દારૂૂ અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલ. સી. બી. પોલીસના આ દરોડામાં ઇન્સ્પેકટર જે. જે. જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા સહિત પરીક્ષીતસિંહ એન.ઝાલા તથા દશરથભાઈ ઘાંઘર, પ્રવિણભાઇ કોલા યશપાલસિંહ રાઠોડ તથા વિજયસિંહ બોરાણા તથા પેરોલ ફર્લો સ્કોડના અસ્લમખાન મલેક તથા અજયસિંહ ઝાલા તથા શૈલેષભાઇ કઠેવાડીયા સહિતનો પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.