રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હળવદ નજીક હાઈવે પર આવેલ હોટલમાંથી 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

01:54 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ હાઈ-વે પર સુખપુર ગામે આવેલ હાઈ-વે હોટલ પરથી 11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી તપાસ કરતાં મધ્યપ્રદેશના જાંબુવામાંથી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

Advertisement

સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રકના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો ભરેલ ટ્રક ની પાક્કી બાતમી હોય જે સંદર્ભે સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા આ ટ્રકની પૂછપરછ કરતા તેમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂૂની બોટલો નંગ 7440 રકમ 1104000 તેમજ મોબાઈલ કિંમત 5500 રોકડ રકમ 780 તેમજ ટ્રક ની કિંમત 15 લાખ કુલ મળી 26,10,280 નો મુદ્દા માલ સ્ટ્રેટ મોનેટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ હળવદ પોલીસ મથકને મુદ્દા માલ તેમજ આરોપી સોંપવામાં આવ્યો હતો આરોપી અનિલ મંગુભાઈ મેડા રહેવાસી પીટોલ તાલુકો જામવા મધ્ય પ્રદેશ વાળા ને પકડી હળવદ પોલીસને સોંપવામાં આવ્યો તેમજ અન્ય ત્રણ આરોપી મહેશ નીનામા રહેવાસી સાજેલી (દારૂૂ મોકલનાર ), કૈલાશ રતનભાઇ ખરાડી રહેવાસી પીટોલ (દારૂૂ મોકલનાર ) તેમજ દારૂૂનો જથ્થો મંગાવનાર અન્ય એક આરોપી સહિતનાઓ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી સ્ટેટ મોનેટરિંગ સેલના પીએસઆઇ એમ એચ સીનોલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsHalwadHalwad news
Advertisement
Next Article
Advertisement