રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફેસબુક પર જાહેરાત જોઈ લોન લેવા જતાં ટ્રાવેલ્સના ધંધાર્થીએ છ હજાર ગુમાવ્યા

04:05 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ અને ખરીદી તેમજ લોન લેવા જતાં હોય તો ચેતી જજો અગાઉ સોશિયલ મીડિયા એપ પર જાહેરાત જોઈ લોન લેવા જતાં ઘણા લોકો છેતરાયા હોવાના બનાવ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ત્યારે વધુ એક બનાવ બી ડીવીઝન પોલીસમાં નોંધાયો છે.

Advertisement

વધુ વિગતોનુસાર કુવાડવા રોડ પર ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જયભાઈ અનિલભાઈ રાઠોડ નામનો 22 વર્ષનો યુવાને પોતાની ફરિયાદ સુરતના વારાછાના શ્યામ ગોહીલનું નામ આપ્યું છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે માં મેલડી નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે તેઓને 28-1ના રોજ ફેસબુક એકાઉન્ટ પર શ્યામ ગોહિલ નામની આઈડી પર તપાસ કરતા તેમણે લોન માટે મળો અને મોબાઈલ નંબર હતો તેમનો સંપર્ક કરી રૂા. 2.50 લાખની પર્સનલ લોન લેવા જણાવતા શ્યામ ગોહીલે ડોક્યુમેન્ટ મેળવી રૂા. 4000 ગુગલ પે થી ટ્રાન્સફર કરાવ્યા હતાં ત્યાર બાદ 16-2ના રોજ સાંજે કુવાડવા રોડ પર ફર્ન હોટલ નજીક બોલાવી લોન બાબતે વાતો કરી રૂા. 2 હજાર ઉછીના લઈ ગયો હતો. જે બાદ તેમને લોન બાબતે અને પૈસા બાબતે પુછતા તેમણે કહ્યું કે, તારા પૈસા આપવા નથી તારે થાય તે કરી લેજે કહી ફોન કટ કરી નાખ્યો હતો આ મામલે પોલીસ મથકે પહોંચી રૂા. 6 હજારની છેતરપીંડી કર્યા બાદ જાણવા મળ્યું કે, આરોપી શ્યામ સુરતના વરાછાનો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement