For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ઓફિસરોનો તાલીમ વર્ગ યોજાયો

06:34 PM Mar 28, 2024 IST | Bhumika
ખંભાળિયામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ઓફિસરોનો તાલીમ વર્ગ યોજાયો

Advertisement

લોકસભા સામાન્‍ય ચૂંટણી અંતર્ગત જામનગરના સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મતદાર વિભાગ તથા દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા. 7 મે ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આજરોજ જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફીસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા.

આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા, જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાએ તાલીમ વર્ગોની મુલાકાત લઇ, પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબધ્ધતા દર્શાવી હતી.
તાલીમ વર્ગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વી.કે. વરૂ અને એ.પી. ચાવડા સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ, તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement