રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા નજીક હાઈવે પર મરચા ભરેલ ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ

11:56 AM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

જગતના તાતને કોઈકને કોઈક મુશ્કેલી ક્યાંક ને ક્યાંક ઘેરી વળે છે જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે ચારે બાજુથી આવતી હોય છે.વાત કરીએ તો ઉપલેટા તાલુકાના કોલકી ગામના એક ખેડૂતે લાલ મરચાનું વાવેતર કરેલ હતું જે મરચાનો સારો પાક થતા ખેડૂતના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી. આ મરચા વેચવા માટે ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જઈ રહ્યા હોય ત્યારે ઉપલેટા ધોરાજી હાઇવે પર ટ્રેક્ટર પહોંચતા અચાનક કોઈ કારણોસર ટ્રેક્ટરમાં આગ લાગતા ટ્રેક્ટર ચાલકને જાણ ન હોય પરંતુ પાછળ આવતા કોઈ વાહન ચાલેકે તેને જાણ કરતા ટ્રેક્ટરને હાઈવે પરથી બાજુમાં આવેલ સર્વિસ રોડ પર ઉતારી દીધું હતું તેમજ ટ્રેક્ટર ડ્રાઇવર ખેડૂતની કોઠા સુઝને કારણે વધુ નુકસાની થતા અટકાવી હતી. ખેડૂતે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ટ્રોલી ઉચી કરીને સર્વિસ રોડ પર મરચા વેરી દીધા હતા જેથી વધુ આગ ટ્રેક્ટરમાં પ્રસરે નહીં તેમજ કોઈ જાનહાની ન થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં સ્થાનિક લોકો અને અન્ય રાહદારી વાહન ચાલકોએ પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઉપલેટા નગરપાલિકા ફાયર ફાઈટરને કોઈ જાગૃત નાગરિકે જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતના મરચા ભરેલ ટ્રેક્ટરમાં આગ લાગતા ચાર લાખના મરચાના પાકની નુકસાની થવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હોય તેમ જ ટ્રેક્ટર પણ આગમાં સળગતું બચાવી લેવામાં આવ્યું હતું. આગ લાગવાનું કારણ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચાલુ ટ્રેક્ટરએ બપોરના શિયાળામાં પણ ઉનાળા જેવા ધોમધખતા તડકાને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જોકે આગ લાગવાનું કારણ હાલ અકબંધ હોય.
(તસ્વીર : દિનેશ ચંદ્રવાડીયા)

Advertisement

Tags :
gujaratgujarat newstractor fireUpaletaUpaleta news
Advertisement
Next Article
Advertisement