રોડ-રસ્તા મુદ્દે ત્રણ દિવસ ઝોનવાઈઝ યોજાશે બેઠક
આજે સેન્ટ્રલ, 14મીએ ઈસ્ટ, 15મીએ વેસ્ટ ઝોન ખાતે ભાજપ પમુખ, પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓ લોકોના પ્ર્રશ્ર્નો હલ કરશે
રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં તુટેલા રસ્તા અને ખાડાઓએ કાળો કેર મચાવ્યો છે. જેની નોંધ સરકાર સુધી લેવામાં આવી છે અને તાત્કાલીક ધોરણે લોકોની સમસ્યા હલ કરવાનું મુખ્યમંત્રીએ આદેશ આપ્યા બાદ તંત્રએ પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પરંતુ બે વોર્ડની બોડર તેમજ અમુક અધિકારીઓની બેદરકારીના કારણે હજુ પણ અનેક વિસ્તારોમાં કાર્યવાહી થઈ શકી નથી. જેના લીધે હવે પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરોને સાથે રાખી મીટીંગ યોજી વોર્ડના પ્રશ્ર્નો હલ કરવા માટેનું આયોજન શહેરભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ ત્રણેય ઝોનમાં મીટીંગ યોજી લોકોના રોડ રસ્તા સહિતના પ્રશ્ર્નો હલ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાય ગયા બાદ લોકરોષ ડામવા માટે સરકારે ત્વરિત પગલા લઈ યુદ્ધના ધોરણે રોડ રસ્તા સહિતની કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ અમુક કોર્પોરેટરો નિષ્ક્રીય થઈ જતાં લોકોની ફરિયાદો અધિકારી સુધી પહોંચતી ન હોય અનેક વિસ્તારોમાં આજે પણ કિચડનું અને ખાડાઓનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે. જેના લીધે આગામી ચૂંટણીમાં મોટો માર પડી શકે તેવો ભય ભાજપને લાગતા હવે એકઝોનમાં આવતા છ વોર્ડની કામગીરી અંગે ચર્ચા તેમજ હવે પછી કરવામાં આવનાર કાર્યવાહી સહિતની ચર્ચા કરવા માટે આજ સુધી ઝોનવાઈજ બેઠકનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ ભાજપ પ્રમુખ ઉચ્ચ અધિકારીઓ અને છ વોર્ડના કોર્પોરેટરો લોકોના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી તેનો ઝડપી હલ થાય તે અંગે કાર્યવાહી હાથ ધરશે. આજે સેન્ટલઝોન કચેરીખાતે તમામ અધિકારીઓ, પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી અને સેન્ટ્રલઝોન હેઠળ આવતા છ વોર્ડના તમામ પશ્ર્નોના નિરાકરણ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા તા. 14ના રોજ ઈસ્ટઝોન કચેરી ખાતે મીટીંગ યોજી તમામ કોર્પોરેટરોને મીટીંગમાં હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. તેવી જ રીતે તા. 15ના રોજ વેસ્ટઝોન કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને વેસ્ટઝોનના છ વોર્ડના તમામ કોર્પોરેટરોને મીટીંગમાં હાજર રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. ત્રણેય ઝોનમાં યોજાનાર મીટીંગમાં પદાધિકારીઓ તેમજ ભાજપ પમુખ દ્વારા અધિકારીઓ પાસેથી અત્યાર સુધી થયેલ કામગીરીનો રિપોર્ટ લઈ બાકી રહેલ રોડ રસ્તા, ડ્રેનેજ સહિતના કામો કેવી રીતે અને કેટલા સમયમાં પુરા કરવા તે સંબંધીત સુચના આપવામાં આવશે. આજથી શરૂ થયેલ મીટીંગનો દૌર ત્રણ દિવસ ચાલશે જેના લીધે દરેક વોર્ડના કોર્પોરેટરો પર જવાબદારી આવતા લોકોના પશ્ર્નો ઝડપથી હલ થશે તેવુ લાગી રહ્યું છે.